આ તો તાનાશાહી છે':બદલો લઈ રહ્યા છે ચંદ્રાબાબુ, આંધ્રમાં પાર્ટી ઓફિસ પર બુલડોઝર ફરી વળતા પૂર્વ CM જગનમોહને આરોપ લગાવ્યો
આ તો તાનાશાહી છે':બદલો લઈ રહ્યા છે ચંદ્રાબાબુ, આંધ્રમાં પાર્ટી ઓફિસ પર બુલડોઝર ફરી વળતા પૂર્વ CM જગનમોહને આરોપ લગાવ્યો
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટીના નિર્માણાધીન કાર્યાલયને રાજ્ય સરકારે બુલડોઝર વડે તોડી પાડ્યું છે. શનિવારે સવારે 5:30 વાગ્યે, આંધ્ર પ્રદેશ કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (APCRDA) એ ગુંટુરના તરેપલ્લીમાં બનેલી ઓફિસ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ મામલે જગનમોહને ચંદ્રાબાબુનું વર્તન તાનાશાહ જેવું હોવાનું જણાવ્યું હતું.
અગાઉ, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) એ રેડ્ડીના લોટસ પોન્ડ નિવાસની બાજુમાં ફૂટપાથ પર ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. તેનો ઉપયોગ સુરક્ષા કર્મચારીઓ કરતા હતા. રેડ્ડીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના 10 દિવસ બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
Comments 0